મોડાસામાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ પ્રવાસ, 282 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Live TV
-
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી આ પ્રવાસ દરમિયાન કુલ 282 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં 75 કરોડના આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણ રહેશે. આ બસપોર્ટથી એસટી વિભાગના 662 રૂટ કાર્યરત થશે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું પણ લોકાર્પણ સામેલ છે. તેઓ બહેરામુંગા સમૂહલગ્નમાં પણ હાજરી આપશે.
કાર્યક્રમની વિગતવાર રૂપરેખા મુજબ,ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ સાંસદ શોભના બારૈયાના લોકસભા મતવિસ્તારના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. બપોરે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠના ઘરે ભોજન કરશે.
બપોર બાદ આકૃન્દ લાયબ્રેરીની મુલાકાત લેશે અને અંતે બાયડના અલવા ખાતેથી ગાંધીનગર પરત ફરશે. આ પ્રવાસથી અરવલ્લી જિલ્લાના વિકાસને નવી દિશા મળશે.