રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગરમાં આગમન, એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત
Live TV
-
રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પહોંચ્યા છે... મહાનુભાવોએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલયના 29મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન થતા મહાનુભાવોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મહાનુભવોએ ફૂલનો ગુલદસ્તો આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અભિવાદન કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સ્વાગતમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર ડી.કે.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.