Skip to main content
Settings Settings for Dark

મોરબીના મુસ્લિમ પરિવારની દીકરી સાહેરાબાનુએ સંસ્કૃત વિષયમાં હિન્દુ શાસ્ત્રના પવિત્ર ગ્રંથમાં હાંસલ કરી ડૉક્ટરેટની ડિગ્રી

Live TV

X
  • મોરબીના મુસ્લિમ પરિવારની દીકરી સાહેરાબાનુએ સંસ્કૃત વિષયમાં હિન્દુ શાસ્ત્રના પવિત્ર ગ્રંથ શ્રી વિષ્ણુ પુરાણ તેમજ ભાગવત પુરાણમાં માનવીય મૂલ્ય વિષય અન્વયે મહાશોધ નિબંધ એટલે કે ડૉક્ટરેટની પદવી હાંસલ કરી છે. 

    સાહેરાબાનુના પિતા અનવર ખાન જે મકાનોના રંગ રોગાનના વ્યવસાય સાથે જોડાઈ તેમના બાળકોનું ભરણપોષણ કરે છે. આ આવક દ્વારા તેમણે પોતાના બાળકોના ઉચ્ચ અભ્યાસ દ્વારા તેમનું સપનું સાકાર કર્યું છે. પિતા અનવર ખાનનું કહેવું છે કે દીકરા દીકરીના ઉછેર અને શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ તેઓ રાખતા નથી. તેમણે કહ્યું કે નાનપણથી જ શિક્ષણમાં રસ દાખવતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારા પ્રયાસો કરી રહ્યા છે. સાહેરાએ પણ પોતાના માતા પિતાના સપનાને સાકાર કરવામાં કોઈ જ ઉણપ દાખવી નથી. 

    માતા-પિતાને સાહેરાની આ સિદ્ધિ માટે ગર્વ છે. આ સિદ્ધિ મેળવવામાં માતા પિતાના યોગદાન સાથે સાથે સાહેરાના શિક્ષકો તેમજ પ્રાધ્યાપકોએ પણ વિશેષ ફાળો આપ્યો છે. સાહેરા સંસ્કૃત વિષયમાં ઉચ્ચ અભ્યાસ સાથે આગળ વધી પ્રાધ્યાપક બનવા ઈચ્છે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply