Skip to main content
Settings Settings for Dark

રાજુલાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવડી-૧ જળાશય ૭૦ ટકા ભરાતા એલર્ટ

Live TV

X
  • રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલા ધાતરવડી-૧ સિંચાઈ યોજનામાં વરસાદના લીધે પાણીની આવક થતા તા.૨૪/૭/૨૦૨૨ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાની સ્થિતિએ ધાતરવડી-૧ જળાશય ૭૦ ટકા ભરાઈ ગયો છે. 

    હાલ ડેમમાં ધીમી ગતિએ પાણીની આવક શરુ હોય પાણીની આવક વધતાં ડેમની નિર્ધારિત સપાટી/રૂલ લેવલ જાળવવા ડેમના દરવાજા ગમે તે સમયે ખોલવાના થતાં હોય આથી અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર, નવી-જૂની માંડરડી, ઝાપોદર અને રાજુલા ગામોને સતર્ક રહેવા સૂચના જારી કરવામાં આવી છે. 

    જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે ધાતરવડી-૧ નદીના પટમાં અથવા કાંઠાના અને નજીકના વિસ્તારમાં રહેતા હોય તેવા તમામને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારમાં અવર જવર ન કરવા વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply