Skip to main content
Settings Settings for Dark

મોરબી: કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને લમ્પી વાયરસ અંગે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ

Live TV

X
  • પશુપાલન વિભાગ દ્વારા કરેલ સુચારુ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.

    મોરબી સેવાસદન ખાતે રાજ્યનાં કૃષિ, પશુપાલન વિભાગનાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને લમ્પી વાયરસ અંગે વિશેષ  સમીક્ષા બેઠક યોજાઈ હતી. મોરબીમાં લમ્પી અંગે થયેલ કામગીરી અને રોગ અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા કરેલ સુચારુ વ્યવસ્થા અંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે જાણકારી મેળવી હતી. કૃષિમંત્રીએ મોરબીમાં લમ્પી રોગ સામે જિલ્લા વહીવટીતંત્ર અને પશુપાલન વિભાગની કામગીરી અંગે સમીક્ષા કરી, સંલગ્ન વિભાગ અને અધિકારી સાથે સીધા આદાન પ્રદાન કરી વિવિધ બાબતે જરૂરી માર્ગદર્શન આપી સૂચનાઓ આપી હતી. ઉપરાંત મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને પશુપાલન વિભાગની કામગીરીને સરાહનીય ગણાવી હતી.

    રાજ્યનાં કૃષિ, પશુપાલન તેમજ ગૌ સંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગૌવંશમાં ફેલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ કરી હતી. સંલગ્ન વિભાગોને સૂચના આપવામાં આવી હતી કે, ગાયમાતાના મૃતદેહનો તાત્કલિક યોગ્ય નિકાલ કરવા, રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પુરુ કરવામાં આવે.

    આ સમીક્ષા બેઠકમાં પંચાયત ગ્રામ ગૃહનિર્માણ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી  બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,  નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, નાયબ પશુપાલન નિયામક કટારા, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયા, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, દુર્લભજીભાઇ દેથરિયા, અરવિંદભાઇ વાંસદડિયા તેમજ પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટતંત્રના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply