સાવરકુંડલા: શેલ દેદુમલ જળાશય 60 ટકાથી વધુ ભરાયું, 10 ગામોને સતર્ક રહેવા સૂચના
Live TV
-
સાવરકુંડલા અને ધારી તાલુકાના 10 ગામોને સતર્ક રહેવા સૂચના
સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ પાસે દેદુમલ નદી પર શેલ દેદુમલ સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા તા. 07-08-2022 રવિવારે રાત્રે 8 વાગ્યાની સ્થિતિએ જળાશયના સ્ટોરેજ મુજબ જળાશયના પાણીની ટકાવારી હાલ 60.40 ટકા છે. જળાશયની નિર્ધારિત સપાટી/રુલ લેવલ (177.60) જાળવવા માટે વરસાદના લીધે જળાશયમાં પાણીની સતત આવક થતાં હવે ગમે ત્યારે જળાશયના દરવાજા ખોલવામાં આવે તેમ છે. આ સ્થિતિમાં વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સાવરકુંડલા તાલુકાના હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ ઉપરાંત ધારી તાલુકાના શેલ ખંભાળીયા, દીટલા, નાના સમઢીયાળા, ઈન્ગોરાળા (ડુંગરી), કમી, કેરાળા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ જળાશયથી નીચેના વિસ્તારોના ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર જવર ન કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે.
