Skip to main content
Settings Settings for Dark

રવદ ખાતે સહકારી ભારતી, પાટણ જિલ્લા અને રવદ ગામ દ્વારા 'તિરંગા વિતરણ અને તિરંગા બાઈક રેલી' યોજાઈ

Live TV

X
  • રવદ ગામે આજે હર ઘર તિરંગા વિતરણ અને જનજાગૃતિ માટે તિરંગા બાઈક રેલી સહકાર ભારતી, પાટણ જીલ્લા અને રવદ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી.જેમાં કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, કાર્યક્રમ ઉદ્દઘાટક તરીકે પૂર્વ મંત્રી અને ચાણસ્મા ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર તથા રેલી ઉદ્દઘાટક તરીકે પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મુખ્ય મહેમાન તરીકે જીલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવ, પાટણ જીલ્લા સહકાર ભારતી, અધ્યક્ષ અને કાર્યક્રમ કન્વીનર હરિભાઈ પટેલ 'રવદ',જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ કૌશલ જોશી તેમજ અતિથિ વિશેષ તરીકે સમી તાલુકા ભાજપ પ્રમુખબાબુજી ઠાકોર, સમી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દશરથભાઈ વણકર, પાટણ જીલ્લા સહકાર ભારતી મહિલા અધ્યક્ષ ડૉ. કુંજલબેન ત્રિવેદી,સમી તા.બક્ષીપંચ મોરચા પ્રમુખ કનુભાઈ સિંધવ,સમી કિસાન મોરચા મહામંત્રી હરિભાઈ સિંધવ અને સમી તાલુકા યુવા મોરચા પ્રમુખ પંકજ ચૌધરી રવદ ગ્રામ પંચાયત સરપંચ વિહાભાઈ પટેલ, ઉપ સરપંચ હંસાબેન વણકર, પૂર્વ સરપંચ પ્રભુભાઈ પટેલ, ગામનાં કર્મચારીઓ, તારોરા સરપંચ રમેશજી ઠાકોર, કાઠી સરપંચ અમિત ચુડાસમા અને પાલીપુરના પૂર્વ સરપંચ ગેલાભાઈ ડોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    આજે રવદ ગામ અને સમી તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓ રવદ સેવા સહકારી મંડળી, રવદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, ગુરૂકૃપા કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. રવદ અને ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ કૉ-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ. સમીના સહયોગથી રવદ ગામનાં ત્રણસો ઉપરાંત ઘરોમાં મહેમાનોના હસ્તે તિરંગા વિતરણ,દાતા સંસ્થા સન્માન અને રવદ ગામનાં ગોપી મંડળ, મહિલા મંડળ,સખી મંડળો, શક્તિ મંડળની મહિલાઓ દ્વારા મહેમાનોને રાખડી બાંધવામાં આવી હતી.

    તિરંગા વિતરણ કાર્યક્રમ રવદ સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં રવદ પ્રાથમિક શાળાની બાળાઓ એ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું તો શાબ્દિક સ્વાગત કન્વીનર હરિભાઈ પટેલે કર્યું હતું તેમજ તિરંગા બાઈક રેલીમાં જોડાનાર તમામ 200 નાગરિકોને એક વર્ષ માટે એક લાખ રૂપિયાનું અકસ્માત વિમા કવચ સહકાર ભારતી દ્વારા સહકારી સંસ્થાઓની મદદથી આપવા અધ્યક્ષ હરિભાઈ પટેલે જણાવ્યું હતું અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. આજે બાઈક રેલી પ્રસ્થાન કરાવતાં જીલ્લા ભાજપ પ્રમુખે 200 જેટલા બાઈક સવારોને અભિનંદન પાઠવી રવદ એક જાગૃત ગામ છે અને રાષ્ટ્રપ્રેમી ગામની એકતા માટે કન્વીનર અને સરપંચને અભિનંદન પાઠવી અખંડ ભારત દિવસની વાત કરી હતી. આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવે આજે વિભાજનની વિભિષીકા વિશે પ્રકાશ પાડી મૌન રેલીની વાત રજૂ કરતાં રાષ્ટ્ર પ્રેમની અને આઝાદી માટે યોગદાન આપનારને અંજલિ આપવા આહ્વાન કર્યું હતું.

    કાર્યક્રમનું ઉદ્ધાટન કરતાં ધારાસભ્ય ,ચાણસ્મા દિલીપકુમાર ઠાકોરે રવદ હિંદુ રાષ્ટ્રનું જાગૃત ગામ છે કે જેને ગુજરાત સરકારે સરકારી હાઈસ્કૂલ જેવી અત્યાધુનિક સગવડ આપી આ વિસ્તારનાં ભવિષ્ય એવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે.તેમણે રવદ ગામે કોરોના મહામારીમાં દાખવેલ અનન્ય એકતા અને સાવચેતીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા મૂહિમ માટે રવદ ગામ અને સહકાર ભારતી ને અભિનંદન આપ્યા હતાં.

    કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતાં પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીએ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે રાષ્ટ્ર પ્રેમ અને દેશ માટે આપણે સૌ પોતપોતાનું યોગદાન નાના નાનાં કાર્યો સારી રીતે કરીને આપી શકીએ. તેમણે સહકાર ભારતી અને રવદ ગામ આયોજિત આ તિરંગા વિતરણ અને બાઈક રેલી માટે સહકારી સંસ્થાઓના સહયોગનો સમન્વયને અદ્વિતીય ગણાવ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા રવદ,તારોરા,કાઠી અને પાલીપુર ગામનાં સરપંચો, યુવા મોરચાના કાર્યકરો અને રવદ ગામનાં મહિલા મંડળો, યુવાનો વડીલો અને ગામની શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક શાળા આચાર્ય અમૃતભાઈ પ્રજાપતિ, માધ્યમિક આચાર્ય કાનજીભાઈ દેસાઈ, રવદ ગામની સહકારી સંસ્થાઓ, પૂર્વ સરપંચ,ઉપ સરપંચો એ ખુબજ જહેમત ઉઠાવી હતી. 

    આજના કાર્યક્રમમાં ગામલોકોની સિગ્નેચર દ્વારા તિરંગા નિર્માણ અને રંગોળી એ કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું. કાર્યક્રમમાં 500 થી વધુ લોકોની ઉપસ્થિતિ એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply