રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનશે
Live TV
-
ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશને આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરી બનાવેલા 75 સ્ટૂડન્ટ સેટેલાઈટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરશે. સાથે જ આ યુનિવર્સિટી અવકાશમાં સેટેલાઈટ લોન્ચ કરનારી, ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે. ઇન્ડિયન ટેકનોલોજી કોંગ્રેસ એસોસિએશને આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરી બનાવેલા 75 સ્ટૂડન્ટ સેટેલાઈટ અવકાશમાં મોકલવાનો દૂરંદેશી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ એસોસિએશને 75 સેટેલાઈટ્સનું નિર્માણ કરવાના ઉદ્દેશ સાથે ‘75 સેટેલાઇટ્સ મિશનની જાહેરાત કરી છે. તો મારવાડી યુનિવર્સિટી ક્યૂબ સેટેલાઈટ વિદ્યાર્થી દ્વારા ડિઝાઈન ડેવલપ, મેન્યુફેક્ચર અને ટેસ્ટ કરી તેને અવકાશમાં લોન્ચ તેમજ મોનિટર કરશે. આ ક્યૂબ સેટેલાઈટ ઈસરોની સહાયથી,, P.S.L.V. અને S.S.L.V. રોકેટ દ્વારા, પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા એટલે કે, 300-500 કિલોમીટરમાં તરતો મૂકવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં ન્યૂયોર્ક ખાતે યુનાઇટેડ નેશન્સના 75 મી જનરલ એસેમ્બલીના સંબોધનમાં આ અંગે જાહેરાત કરી હતી. આ સેટેલાઇટ આબોહવા, પૃથ્વીનું અવલોકન, કમ્યૂનિકેશન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ડેટા મોકલી સહાયરૂપ બનશે. જે વિધાર્થીઓને સ્પેસ સાયન્સ જેવા વિષયો માટે જરૂરી લેબોરેટરી એન્ડ ITCA ની ટેકનોલોજી સહાય દ્વારા સેટેલાઇટ બનાવવી, ટેસ્ટ કરવી તથા લોન્ચ કરવા જેવા વિષયોનું પ્રાયોગિક જ્ઞાન આપશે. આ મિશન માટે નાની મોટી લેબ ઉપરાંત 2 સ્પેશ્યલાઇઝ્ડ લેબનું નિર્માણ કરવામાં આવશે. જેમાં એક સેટેલાઇટ લેબ હશે અને એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન હશે.
