રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અરવલ્લી જીલ્લામાં કરવામાં આવશે
Live TV
-
અરવલ્લી જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના સ્વતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી. આ ઉજવણી અંગેની તૈયારીઓ પૂર્ણ જોશ સાથે ચાલી રહી છે. આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવશે.
રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વ 15 મી ઓગસ્ટ, 2022 ના રોજ એન્જિનિરિંગ કોલેજ પાછળ (પી.એમ. ગ્રાઉન્ડ), મોડાસા ખાતે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના ઉચ્ચ અધિકારીઓ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજ્યના ઉત્તમ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવશે. શૌર્ય ગીત અને ત્રિરંગી રોશનીથી અરવલ્લી ઝળહળી ઉઠશે.
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ તમામ વ્યવસ્થા જાળવવા કલેકટર ડૉકટર નરેન્દ્રકુમાર મીનાની અઘ્યક્ષતામાં બેઠક મળી. બેઠકમાં કાર્યક્રમની તમામ રૂપરેખા અંગે ચર્ચા કરાઇ. તમામ અધિકારીઓને યોગ્ય કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી.
