Skip to main content
Settings Settings for Dark

રાજ્યના બે મહાનગર અમદાવાદ-જામનગરમાં રૂ.255.76 કરોડના કામો માટે મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી મળી 

Live TV

X
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહાનગરપાલિકા અને બે નગરપાલિકાઓને કુલ 3050 કામો માટે રૂ. 255.76 કરોડની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકામાં 2417 જેટલા કામો માટેની રૂ. 207.94 કરોડ રૂપિયાની દરખાસ્તને અનુમતિ આપી છે. એટલું જ નહિ, જામનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં 588 કામો માટે રૂ. 43 કરોડ 85 લાખની રકમ મંજૂર કરી છે. તેમણે બારેજા નગરપાલિકાને 12 કામો માટે રૂપિયા 1 કરોડ 18 લાખ તથા કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 33 કામો માટે રૂ. 2 કરોડ 79 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ બધી દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી.

    તદ્અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાનાં કુલ 7 ઝોનમાં 195.25 કરોડ રૂપિયા 1961 નાં કામો માટે તેમજ 12.69 કરોડ રૂપિયા 456 જેટલા સ્ટ્રીટ લાઇટના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાનાં કામો માટે જે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેનાથી સી.સી. રોડ, પેવર બ્લોક નાંખવા, ભૂગર્ભ ગટર, પીવાનાં પાણીની પાઇપ લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના તેમજ સ્ટ્રીટ લાઇટના એમ કુલ 2417 જનહિતનાં કામો અમદાવાદમાં હાથ ધરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply