રાજ્યમાં આજે 34 તાલુકામાં વરસાદ નોંધાયો
Live TV
-
આજે સવારે 10 વાગ્ય સુધીમાં રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ વરસાદ નર્મદાના તીલકવાડામાં 27 એમએમ, અંકલેશ્વરમાં 24 એમએમ, ગણદેવીમાં 23 એમએમ અને સિનોરમાં 22 એમએમ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે વલસાડ તાલુકામાં 19 એમએમ, નંદોદમાં 17 એમએમ, જાગડિયામાં 10 એમએમ, વાપીમાં 10 એમએમ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નવસારી, છોડા ઉદયપુર, સુરત, ભરુચ, દેવભૂમિ દ્વારકા, તાપી, ગીર, ડાંગ અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો.
