રાજ્યપાલ કોહલીના અધ્યક્ષપદે ગુજરાત ઉડિયા સમાજ દ્વારા ઉત્કલ દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં વસતા ઓડિસા ઉડિયા સમાજ દ્વારા ઓરિસ્સા રાજ્યના 83મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના અધ્યક્ષ સ્થાને ગુજરાતમાં વસતા ઓડિસા ઉડિયા સમાજ દ્વારા ઓરિસ્સા રાજ્યના 83મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ડે. મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપૂત તેમજ ઉડિયા સમાજના અગ્રણીઓમાં આઈએસ એચ.કે.દાસ, ડૉ.
એસ.કે.નંદા તેમજ જીઓએસના જનરલ સેક્રેટરી નરોત્તમ સાહુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીએ આ ઉજવણીને વિવિધતામાં એકતાના દર્શનરૂપ ગણાવી હતી. તદુપરાંત, જગન્નાથ યાત્રા સહિત બંને રાજ્યોમાં રહેલી સામ્યતાઓ વિશે જણાવી ગુજરાતના વિકાસમાં ઉડિયા નાગરિકોના
યોગદાનને બિરદાવ્યું હતું.