રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર થયું ઓછુ
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઓછુ થયું છે. જેના કારણે 22 તાલુકાઓમાં2 ઇચ થી લઇ એક ઇંચ જેટલો વરસાદ થયો છે. રાજ્યભરનો સરેરાશ વરસાદ 97 ટકા થયો છે. જિલ્લા દીઠ જોઇએ તો કચ્છ જિલ્લામાં 152 ટકા પોરબંદર જિલ્લામાં સીઝનનો 126 ટકા બનાસકાંઠામાં 117% જૂનાગઢમાં 105% સાબરકાંઠામાં 102%, ઉત્તર ગુજરાતમાં 97%, મહેસાણામાં 87%, ગાંધીનગરમાં 97%, અરવલ્લીમાં 84%, આણંદમાં 88%, પંચમહાલમાં 85%, ખેડામાં 82%, મહીસાગરમાં 89%, સાર્વત્રિક વરસાદ થયો છે.
રાજયમાં ઝોન પ્રમાણે જોઇએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ 152%કા, દક્ષિણ ગુજરાતમાં 107%, ઉત્તર ગુજરાત ઝોનમાં 97%, પૂર્વ ઝોનમાં 79% અને મધ્ય ઝોનમાં 88% વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ થોડા દિવસ ભારે વરસાદની સ્થિતિથી રાહત મળી શકે તેવી શક્યતા છે. તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે. જેમાં સપાટી 135.66% પર પહોંચી છે. તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હાલ 2030 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે અને સપાટી 30 ફુટને પાર થઇ છે. મહીસાગરના કડાણા ડેમની વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની સતત થઈ રહી છે જેથી ડેમનું લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે જ્યારે હાલનુ લેવલ 416 ફૂટ છે
