Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે 207 પરિયોજનાઓમાં 40.24 ટકા જળસંગ્રહ

Live TV

X
  • રાજ્યના ૧૩ જળાશયો હાઈ એલર્ટ પર, ૮ જળાશયો એલર્ટ અને ૭ જળાશયોમાં સામાન્ય ચેતવણી અપાઈ છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી જળસંગ્રહ કુલ સંગ્રહશક્તિના ૪૫.૩૭ ટકા

    રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલી યોજનાઓમાં તા. ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.

    પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦ થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply