Skip to main content
Settings Settings for Dark

21 જુલાઈથી મગની ટેકાના ભાવે ખરીદી, 20 જુલાઈ સુધીમાં ઇ-ગ્રામ કેન્દ્રો પર થશે નોંધણી

Live TV

X
  • મગની ખરીદી માટે નોંધણી OTP આધારિત હોવાથી ખેડૂતોએ નોંધણી માટે મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે.

    ગુજરાતમાં આજથી 20 જુલાઈ સુધીમાં ખેડૂતોએ મગની ખરીદી માટે ગ્રામીણ કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે. નોંધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. મગની ખરીદી માટે નોંધણી OTP આધારિત હોવાથી ખેડૂતોએ નોંધણી માટે મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે. ઓફલાઇન પદ્ધતિથી નોંધણી કરવામાં આવશે નહીં. રાજય સરકારે, ખેડૂતોના હિતમાં આગામી 21મી જુલાઇથી ટેકાના ભાવે મગની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતો પાસેથી પ્રતિ કિવન્ટલ રૂ.7,275 ના ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવશે.

    કૃષિમંત્રીએ આપેલ જાણકારી અનુસાર ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-7ની નકલ, ઉનાળુ 2021-22માં મગના વાવેતર અંગે ગામ નમૂના-12માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગે તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ આપવાની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply