Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ, સૌથી ઓછો સુરેન્દ્રનગર જિલ્લામાં ​વરસાદ નોંધાયો

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોની દરિયો ન ખેડવા સૂચના

    હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના કેટલાક ભાગોમાં ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત આગામી 48 કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોની દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

    હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. કારણ કે, હાલમાં રાજસ્થાનના બિકાનેર પાસેથી મોન્સૂન પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત આગામી 48 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળ પર હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. જ્યારે 14 તારીખે સામાન્ય વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી એક વખત મધ્યમ વરસાદની શક્યતા છે.

    રાજ્યમાં 1 જૂનથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે. ત્યારે 1 જૂનથી 12 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે. આ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં જરૂરિયાત કરતા ખૂબ જ વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે, જ્યાં જરૂરિયાત કરતા 158% વરસાદ નોંધાયો છે.

    સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં 44% વરસાદની ઘટ નોંધાઈ છે. તદુપરાંત બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલો વરસાદ જરૂરિયાત કરતા 16% ઓછો વરસાદ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply