બનાસકાંઠાના થરામાં આવેલા ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી
Live TV
-
ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના 5 હજાર બીલીપત્રો ચડાવવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલા ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના 5 હજાર બીલીપત્રો ચડાવવામાં આવે છે. લોકવાયકા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળ ,મથુરાથી રાજસ્થાનમાં થઈને ગુજરાત આવ્યા ત્યારે અહીં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરે ગુરુ પૂર્ણિમા, જન્માષ્ઠમી અને રક્ષાબંધનના દિવસે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે.
