રાજુલા અને ખાંભા વન વિભાગ દ્વારા પાઠડા સિંહનું રેસ્ક્યૂ કરાયું
Live TV
-
એક-બે વર્ષનો પાઠડો નર સિંહ લંગડો ચાલતો હોવાથી વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને એનિમલ કેર સેન્ટર મોકલાયો
ખાંભાના મોટા બારમણ ગામે થોડા દિવસ પહેલા લંગડાતો ચાલતો એક-બે વર્ષનો પાઠડો સિંહ જોવો મળ્યો હતો. જે બાદ રાજુલા વન વિભાગ અને ખાંભા વન વિભાગ દ્વારા સિંહનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચોતરા ગામના ખેતરમાં રીંગ કેજ પાંજરું મૂકીને સિંહનું કરાયું રેસ્ક્યું ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને સિંહને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
