Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટેની પોલિસી જાહેર, પ્રદૂષણમાં ઘટાડાની સાથે માર્ગ સલામતીમાં થશે સુધાર

Live TV

X
  • ગુજરાતમાં વાહનોની ફિટનેસ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઈઓ સંપૂર્ણપણે લાગુ

    વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે PPP ધોરણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન સ્થાપવા માટે કેન્દ્ર સરકારની જોગવાઈઓને સંપૂર્ણપણે લાગુ કરી પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદૂષણની માત્રામાં ઘટાડો આવે અને રોડનો ઉપયોગ કરતા વાહનોના ફિટનેસની કામગીરી સંપૂર્ણપણે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના થઈ શકે તે માટે PPP ધોરણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક આપવામાં આવશે.  .

    પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે અને એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે.તેમણે ઉમેર્યું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટિંગની સંપૂર્ણ ફી સ્ટેશનનાં સંચાલકને જ આપવાનો નિર્ણય કર્યો છે, જે આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
       
    સેન્ટર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ કરવામાં આવી છે. સેન્ટર માટે જરૂરી માળખાકીય સવલતો હોવી જરૂરી છે.  સેન્ટર ચલાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ પણ હોવો જોઈએ સાથે જ સમગ્ર ફિટનેસની ઓનલાઈન પારદર્શી કાર્યપદ્ધતિ હોવી જરૂરી;સેન્ટરની સ્થાપના માટેના દસ્તાવેજો, ફી અને કાર્યપદ્ધતિ તેમજ સેન્ટરની કામગીરી પ્રત્યે અસંતોષના કિસ્સામાં અપીલની જોગવાઈ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply