રાજ્ય સરકારની સહાયથી પોરબંદરના સખી મંડળ બન્યા સમૃદ્ધ
Live TV
-
પોરબંદર જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત દરરોજ મહિલા ઉત્કર્ષ માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ-ગાંધીનગરના માર્ગદર્શન મુજબ નારી વંદન સપ્તાહની ઉજવણી જિલ્લા કક્ષાએ થઈ હતી, જેમાં રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓથી આર્થિક રીતે આત્મનિર્ભર અને સમૃદ્ધ બની રહેલા મહિલાઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા હોવા અંગે પોરબંદર શહેરમાં રહેતા જય રાંદલમાં સખી મંડળના જયશ્રીબેન ખોખરીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તેઓ આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા, ત્યારે સરકારની સખી મંડળની નવી યોજનાની જાણ થતા સખી મંડળમાં સરકારમાંથી પ્રથમ તેઓએ 10 હજાર રૂપિયાની લોન મેળવી હતી. આ લોનની રકમમાંથી સખીમંડળના 10 બહેનોએ અમારો રોજગાર આગળ વધાર્યો અને લોન ચૂકવી દઈને 50,000 રૂપિયાની લોન મેળવી, એ રીતે વ્યવસાયને વિકસાવીને તેઓએ 1 લાખ રૂપિયા સુધીની લોન ચૂકવી દીધી હતી.જયશ્રીબેને વધુમાં જણાવ્યું હતું કે, 1 લોન ચૂકવી દીધા બાદ સરકારે અમોને બે લાખ રૂપિયાની સહાય આપી હતી. જેથી અમને ધંધા-રોજગારનો વિકાસ થતા આર્થિક રીતે પગભર બનવામાં ખૂબ મોટો લાભ થયો છે. હવે બાળકોના અભ્યાસ માટે ફી ભરવાની હોય કે ઘર ખર્ચ માટે પૈસાની જરૂર પડે ત્યારે સખી મંડળના નાણાં ખૂબ ઉપયોગી નિવડે છે. લોનના પૈસામાંથી અમારો મત્સ્યોદ્યોગનો રોજગાર પણ વધી રહ્યો છે આ રીતે અમો 10 બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે તેમ જણાવી તેઓએ સરકાર, જિલ્લા વહિવટીતંત્ર તથા નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.
