Skip to main content
Settings Settings for Dark

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી ચાલુ

Live TV

X
  • નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે

    ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ કટીબદ્ધ છે. રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૩- ૨૪માં ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે઼. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. ની યાદીમાં જણાવાયું છે.

    યાદીમાં જણાવાયાનુસાર નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતોએ તેમના  નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે. ઘઉં પકવતા ખેડૂતોના પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે  ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદમાં આવશે.

    ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થયાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
apply