Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી માટે ભાજપે અમિત શાહ સહિત ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Live TV

X
  • રાજકોટથી પુરુષોત્તમ રુપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા અને જામનગરથી પૂનમ માડમના નામની જાહેરાત કરવામાં આવી

    લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ અંગે દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ગુજરાતમાં ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું નામ યથાવત રાખવામાં આવ્યુ છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા, રાજકોટ પુરુષોત્તમ રુપાલા, પોરબંદર મનસુખ માંડવિયા, જામનગર પૂનમ માડમ, આણંદ મિતેષ પટેલ, ખેડા દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રાજપાલસિંહ જાદવ, દાહોદ જસવંતસિંહ ભાભોર, ભરુચ મનસુખ વસાવા, બારડોલી પ્રભુ વસાવા અને નવસારી બેઠક પરથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલના નામ જાહેર કરાયા છે. ગુજરાતની હજુ આઠ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે બે દિવસ દિલ્હી ખાતે ગુજરાતના નામ અંગે હાઈકમાન્ડ સાથે બેઠકો કરી હતી અને અંતે 15 બેઠકો પરના નામ જાહેર કરાયા છે. 

     ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓનો સમાવેશ છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રીનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. જેમા 28 મહિલાને ટિકિટ આપવામાં આવી છે. 50 વર્ષથી ઓછી ઉમરના 47 યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતની 15 સીટોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અસમની 14 પૈકી 11 સીટોની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીની 5 સીટો જાહેર કરવામાં આવી છે. જમ્મુકાશ્મીર 2, ગોવા 1 ત્રિપુરા 1, અંદામાન નિકોબાર 1, દીવ અને દમણ 1ની 1 બેઠક જાહેર કરવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply