Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ

Live TV

X
  • કમોસમી વરસાદના કારણે પાકમાં નુકસાની જવાની ભીતીતી ખેડૂતો ચિંતિત

    સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરી હતી. શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ બપોરે જોરદાર વરસાદ પડ્યો હતો. સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. અચાનક કમોસમી વરસાદને કારણે લગ્નસરાની સિઝનમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ખેડૂતોને ખેતરોથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી નુકસાન થયું હતું.

    શનિવારે સવારથી જ રાજકોટ, દ્વારકા, જામનગર, બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ શરૂ થયો હતો. જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સવારે હળવો વરસાદ પડ્યો હતો, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં બપોરે ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ઠંડા પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જામનગરના કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલ માલ ભીનો થયો હતો. પડધરી વિસ્તારમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે.

    અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે એસજી હાઇવે, ઘુમા, બોપલ, સરખેજ, થલતેજ, ગોતા, સીજી રોડ, નેહરુનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પવનની વધુ ઝડપે વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. શાહીબાગ અને બાપુનગરમાં વરસાદની સાથે કરા પડવાના સમાચાર છે. ભાવનગર શહેરના સુભાષનગર, કાલનાળા, ઘોઘા સર્કલ, ક્રેસન્ટ, શિવાજી સર્કલ, સિદસર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બે દિવસ પહેલા પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જામનગરના તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે.

    વરસાદની આગાહી છતાં યાર્ડમાં કપાસ, ધાણા, જીરૂ સહિતના અનાજ ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા. એકાએક વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply