Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા ચૂંટણીને લઈ EVMની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ, 17 જગ્યાએ EVM નિદર્શન કેન્દ્ર ઉભા કરાયા

Live TV

X
  • આ નિદર્શન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત સુધી ચાલુ રહેશે.

    ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ આગામી વિધાનસભા ચૂંટણી 2022માં વપરાશમાં લેવાના ઈ.વી.એમ. (EVM) મશીનોની ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં આ મશીનો પૈકી 87 બેલેટ યુનિટ, 87 કંટ્રોલ યુનિટ અને 87 વીવીપેટ તાલીમ અને નિદર્શન માટે નકકી કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર કે. એલ .બચાણીએ કલેક્ટર કચેરીમાં EVM મશીન નિદર્શન ખુલ્લું મૂક્યું હતું અને વિઝીટ પણ કરી હતી. જિલ્લામાં દરેક મામલતદાર કચેરી અને અન્ય સ્થળોએ મળીને કુલ 17 જગ્યાએ EVM નિદર્શન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યાં છે. આ નિદર્શન કાર્યક્રમ વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત સુધી ચાલુ રહેશે. 16 વાન મારફતે જિલ્લાના દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં EVM અને વીવીપેટનું નિદર્શન કરવામાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ માહિતી નિયામક નિત્યાબેન ત્રિવેદી, નડિયાદ સીટી એન્ડ રૂરલ મામલતદારો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply