Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકો ડિજિટલ ડોકટરની સેવાનો લાભ લઈ શકશે

Live TV

X
  • 5 મિનિટથી પણ ઓછા સમયમાં ECG સહિત 20થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે આવનારા ભક્તો હવે વધુ એક નવતર સુવિધા ડિજિટલ  ડોક્ટરનો લાભ પણ મેળવી શકશે. ડિજિટલ ડોક્ટર-હેલ્થ પોડ મશીન દ્વારા પાંચ મિનીટથી પણ ઓછા સમયમાં ઇ.સી.જી (ECG) સહિત ર૦ થી વધારે મેડીકલ રિપોર્ટ મેળવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દાતાએ, આ મશીન સોમનાથ ટ્રસ્ટને ગાંધીનગરમાં અર્પણ કરતો પત્ર આપ્યો હતો. આ હેલ્થ પોડ ડિજિટલ ડોક્ટર મશીનની મુખ્ય ખાસિયત છે કે, તે બેઠા બેઠા જ વ્યક્તિનો ઇ.સી.જી કાઢી લે છે સાથે સાથે આ મશીનથી બોડી માસ ઇન્ડેક્ષ, બ્લડપ્રેશર, બોડી સેલ માસ, બોડી ફેટ માસ, બોડી, મીનરલ કન્ટેન્ટ, મિનરલ એન્ડ પ્રોટીન કન્ટેન્ટ, વીસકેરાલ ફટન્ડ અને બીજા અન્ય રિપોર્ટ આપે છે. આ મશીન ટેલિમેડિસિન સાથે જોડાયેલું છે જેનાથી દર્દીનો રિપોર્ટ આવતાની સાથે જ તે પેનલ પર રહેલા એક્સપર્ટ ડૉક્ટર્સની સાથે એક ક્લિકથી વાત કરી શકે છે અને ડોક્ટર રિપોર્ટ જોઇને દવા પ્રીસ્ક્રાઇબ કરે છે. આ મશીન સાથે જોડાયેલ ડાયેટિશિન ડોક્ટર દર્દીનો ડાયટ ચાર્ટ બનાવી મોકલે છે. આ મશીન અત્યંત આધુનિક ડિજિટલ ટેક્નોલોજીથી જોડાયેલ છે. બાયોમેટ્રિક લોગિન,  આ મશીન અંદાજે રૂ.10 લાખની કિંમત ધરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply