વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન
Live TV
-
ત્રણ દિવસ સુધી યોજાનાર જુદીજુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. તા.27-08-2024 સુધી ફોર્મ ભરી શકાશે
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ નો વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી, જિ-સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ 2024-25માં તરણેતર, તા. થાનગઢ જી-સુરેન્દ્રનગર ખાતે લોકમેળામાં તા.06-09-2024 થી 08-09-2024 દરમ્યાન “19મી ગ્રામીણ ઓલિમ્પિક”નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે એટલે 16 વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ અને લાંબીકુદની રમતો યોજાશે. જયારે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ટુંકીદોડ,લાંબી દોડ,ગોળાફેંક,લંગડીની સ્પર્ધા યોજાશે.
બીજા દિવસે ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે નારીયેળ ફેંક, માટલા દોડ વોલીબોલ કબડ્ડી માટેની સ્પર્ધા યોજાશે. જયારે ભાઈઓ માટે સ્ટ્રોન્ગેસ્ટમેન ખાંડના લાડવા ખાવાની હરીફાઇ સાતોડી (નારગોલ)ની સ્પર્ધા યોજાશે.
ત્રીજા દિવસે 16 વર્ષ સુધીના બહેનો માટે દોરડાકુદ (રોપ સ્કીંપીંગ) તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી (45 થી 55 ક્રિગ્રા,55 થી 68 ક્રિગ્રા અને 68 ક્રિ.ગ્રા ઉપરના વજન માટે, રસ્સાખેંચની સ્પર્ધા યોજાશે.ગ્રામીણ ઓલિમ્પિકમાં ઉપરોક્ત વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરો ભાગ લઈ શકશે. જુદી-જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રમતવીર તા.27-08-2024 સુધી ફોર્મ ભરી શકાશે.સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક ભાઇઓ, બહેનોએ એન્ટ્રીફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, મું.લીંબડી જી-સુરેન્દ્રનગર ખાતેથી મેળવી લેવાનાં રહેશે.