Skip to main content
Settings Settings for Dark

જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં 14 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલત

Live TV

X
  • જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી 14 સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત, ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ, રેવન્યુ કેસ (ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) અને અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે પ્રકારના કેસો માટે નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવશે.

    જેથી, જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને તેઓના ઉપરોકત જણાવેલા પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલશ્રી મારફતે જે- તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. લોક અદાલતએ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.વધુમાં, લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની થતી નથી અને સમયની બચત થાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply