શ્રાવણમાસના અંતિમ દિવસે વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
Live TV
-
વિજય રૂપાણી અને તેમના પરિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાત લઇ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી
શ્રાવણમાસના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે વિજય રૂપાણીએ પરિવાર સાથે મુલાકાત લીધી. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ વિજયસિંહ ચાવડા દ્વારા તેમનું સોમનાથ મહાદેવનું સ્મૃતિચિહ્ન આપી સ્વાગત ,સન્માન કરવામાં કર્યું હતું. મહાદેવના દર્શન, સોમેશ્વર મહાપૂજન,ધ્વજાપૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
શ્રાવણમાસના અંતિમ દિવસ અમાસનું ખાસ મહત્વ છે. સોમનાથ નજીક ત્રિવેણી સંગમ ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ ત્રિવેણી સંગમના કીનારે સ્નાન કરીને પિતૃતર્પણ કર્યું હતું. ભગવાન કૃષ્ણએ ૫૬ કોટિ યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. અહીયા શ્રાવણ માસની અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નીવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં જણાવાયું છે. શ્રાવણ માસની અમાસે દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરે છે.
