Skip to main content
Settings Settings for Dark

"સુરક્ષિત માતા, સુરક્ષિત બાળક" પ્રથમ પ્રસુતિ દરમિયાન દરેક સગર્ભાને પોષણ માટે ત્રણ હપ્તાની આર્થિક સહાય

Live TV

X
  • “પ્રધાનમંત્રી માતૃ વંદના” યોજના અંતર્ગત સગર્ભાને રૂ. ૫૦૦૦ની સહાય

    “શરીર થાકી જાય,મન હારી જાય,આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે “માં” ના ખોળામાં માથું રાખજો હિંમત જરૂર આવશે.” આ વાક્ય ત્યારે જ સાર્થક થશે જયારે માતા શારીરિક અને માનસિક બંને રીતે સશક્ત હશે. ભારત સરકાર દ્વારા માતાને સશક્ત બનવવા માટે “પ્રધાનમંત્રી માતૃ વંદના” યોજના શરૂ કરવામાં આવી છે. “પ્રધાનમંત્રી માતૃ વંદના” યોજના અંતર્ગત પ્રથમ પ્રસુતિ દરમિયાન દરેક સગર્ભા બહેનોને પોષણ માટે 3 હપ્તાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
              
    આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો સગર્ભા અવસ્થાની નોંધણી કરાવ્યા બાદ (૧૫૦ દિવસ) સગર્ભાને રૂ.૧૦૦૦ની મળવા પાત્ર છે. બીજા હપ્તામાં સગર્ભા અવસ્થાના ૬ માસ પછી સગર્ભાને રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે. ત્રીજા હપ્તામાં બાળકના જન્મની નોંધણી (BCG, DPT (PENTAVALENT) OPV, HEPATITIS-B) ની રસીઓની પ્રથમ સાયકલ પૂર્ણ કરવ્યા બાદ, (૧૪ અઠ્ઠવાડીયા સુધીની રસીઓ) લાભાર્થીને રૂ.૨૦૦૦ મળવા પાત્ર છે. આમ કુલ રૂ. ૫૦૦૦ની સહાય સગર્ભાને મળવા પાત્ર છે. વધુ માહિતી માટે આશા, આરોગ્ય કર્મચારી અથવા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત રાજકોટનો સંપર્ક કરવાનો રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply