સીમા સુરક્ષા દળ - સર્વદા સતર્ક
Live TV
-
BSF ભુજ દ્વારા હરામી નાળા વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી
26 ઓગસ્ટ 2022ના રોજ, BSF ભુજે પેટ્રોલિંગ કરતી વખતે હરામી નાળા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં આવતા જોઈ હતી. ચોમાસાના વરસાદને કારણે હરામી નાળામાં પાણીનું સ્તર વધવાથી અને જોરદાર પવનને કારણે પાકિસ્તાની બોટ તેના સ્થાનેથી દુર થઈને ભારતીય સરહદમાં આવી ગઈ હતી. BSFના જવાનોએ પેટ્રોલિંગ કરતા તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હરામી નાળા પાસેથી પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ) જપ્ત કરી હતી. જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ, જેરીકેન, બરફ સાથેના આઇસ બોક્સ અને માછીમારીના સાધનો સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું.
