સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે 75 મા વન મહોત્સવની ઉજવણી
Live TV
-
થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કોલેજના નવનિર્મિત મકાનના પટાંગણમાં 75મા વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે 'એક પેડ માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ., નેચર કલબ અને ભારત વિકાસ પરિષદ, થરાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસી થરાદના ચેરમેન અને બનાસ બેંક થરાદના ડાયરેક્ટર, યુવા અગ્રણી શૈલેષભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે વિધાનસભા માનનીય અધ્યક્ષ ના થરાદ કાર્યાલયના પ્રતિનિધિ જશવંતભાઈ ચૌધરી, ભારત વિકાસ પરિષદ થરાદ(BVP)ના પ્રમુખ ડો. કરસનભાઈ પટેલ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદમાંના પ્રો. ડો. જે.સી. ઠાકોર તથા BVP થરાદના ઉપપ્રમુખ ડો. હિતેન્દ્રભાઈ શ્રીમાળી, મંત્રી શિવરામભાઈ પટેલ, પર્યાવરણ પ્રકલ્પ સંયોજક મનીષભાઈ ચૌધરી, પૂર્વ ઉપપ્રમુખ જયપ્રકાશ જોષી તથા BVP થરાદના મહિલા સંયોજિકા કલાવતીબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કૉલેજની બહેનોએ પ્રાર્થનાથી કરી હતી. કોલેજના નેચર ક્લબના સંયોજક પ્રા. ડો. રાજેશ મારુએ કાર્યક્ર્મની ભૂમિકા મુકી હતી. પ્રિ. ડો. જગદીશ એચ પ્રજાપતિએ મંચસ્થ મહેમાનોનો પરિચય કરાવી શાબ્દિક તથા સુતરની આંટી - પુષ્પગુચ્છથી સ્વાગત કરી જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન એ કરેલ આહ્વાન 'એક પેડ માં કે નામ' અન્વયે નવા પરિસરને ગ્રીન કેમ્પસ બનાવીશું. મુખ્ય મહેમાન શૈલેષભાઈ પટેલે જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવી વધુ વૃક્ષો વાવવા ઉછેરવા આવાહન કર્યું હતું. જશવંતભાઈ ચૌધરી અને ડો. કરશનભાઈ પટેલે નેચર કલબ તથા એન.એસ.એસ. દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનની પ્રવૃત્તિને બિરદાવી હતી.
કૉલેજ પરિસરમાં માનવંતા મહેમાનો, સ્ટાફમિત્રો અને નેચર કલબ તથા NSSના સ્વયંસેવક ભાઈ બહેનો દ્વારા જુદા જુદા પ્રકારના કુલ 100 છોડ વાવવામાં આવ્યાં હતા. જેમાં મુખ્યત્વે લીમડા, પીપળા, બોરસલી, ટરમેરિયા, આસોપાલવ, શેતુર, બિલી, કરંજ-કણજા, બહેડા, ગરમાળો, આંબલી, શીમળો, વડ, અરડૂસા, પેલ્ટાફોરમ, સીસમ, સિંદુર, ગુંદા, ગુંદી, ઉમરો, કેસિટા સિરામિયા, મહુડો, કેસુડો, કરેણ, સરગવો, બિલી, નીલગીરીનો સમાવેશ કરેલ હતો. ઉપરાંત પરિસરમાં અલગ વનનિર્માણ હેતુ દાડમ, લીંબુ, આમળા, જાંબુ, જામફળ, સીતાફળ જેવા ફળાઉ છોડનું પણ વાવેતર કર્યું હતું. નેચર ક્લબ અને NSS સ્વયંસેવકો તથા સ્ટાફમિત્રોએ છોડ દત્તક લઇ ઉછેરનો સંકલ્પ લીધો હતો.
પ્રો. ડો. નિહાર નિમ્બાર્કએ ઉદ્ઘોષક તરીકે જવાબદારી નિભાવી હતી. ઇવેન્ટ સંયોજક પ્રા. એમ. આર. સોલંકી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડી. બી. ગોસ્વામી, પ્રા એ વી દરજીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. . કોલેજના બિનશૈક્ષણિક સ્ટાફ ભરતભાઇ, રહીમભાઈ, અશોકભાઈ, અલ્પેશભાઈ, ભૂપેશભાઇ, ડુંગરભાઇ એ પણ યશસ્વી યોગદાન આપ્યું હતું. નેચર ક્લબ સહસંયોજક પ્રો. ડો. ગોવિંદ વારડેએ આભાર વિધિ કરી હતી. અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો
