હાલોલ ના મઘાસર જીઆઈડિસી માં, બંધ ગોડાઉન માંથી વિદેશી દારૂ ઝડપાયો
Live TV
-
પંચમહાલ ની મઘાસર જીઆઇડીસી માં જથ્થાબંધ વિદેશી દારૂ નું ગોડાઉન ઝડપાયું છે,રાજસ્થાન સહિત ના પાડોશી રાજ્યમાંથી વિદેશી દારૂ નો મોટો જથ્થો મંગાવી નાના નાના દારૂ ના ધંધા કરવા વાળા ને પહોંચતો કરવા નું કૌભાંડ ચાલી રહ્યું હોવા નું બહાર આવ્યું હતું
હાલોલ રૂરલ પોલીસે રેડ કરી બંધ ફેકટરી ની આડ માં દારૂ ના ગોડાઉન પર્દાફાશ કર્યો અને અંદાજીત 1000 પેટી કરતા વધુ વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ નો જથ્થો ઝડપી પાડ્યો છે,ગોડાઉન નો માલિક દારૂ ના જથ્થા નો સંગ્રહ કરી હાલોલ અને વડોદરા સહિત આસપાસ ના ડીલર સ્પોટ પર મોકલાતો હોવા નું તપાસ દરમિયાન બહાર આવ્યું
વર્ષો થી સુવ્યવસ્થિત રીતે ચાલતું હતું દારૂ ની સંગ્રહખોરી અને વેપલા નું કૌભાંડ, જે હાલોલ પોલીસે ઝડપી પાડ્યું છે,પોલીસે છાપો મારી દારૂ ના જથ્થા સહિત,છોટા હાથી,એક કન્ટેનર,બાઇક સાથે ત્રણ આરોપી ની કરી ધરપકડ છે.
ત્રણેય આરોપી રાજસ્થાન થી દારૂ વહન કરી લાવેલ વાહનો ના ડ્રાઇવર છે ,અન્ય કેટલાક આરોપી પોલીસ ને જોઈ ભાગી છૂટ્યા હતા.
