Skip to main content
Settings Settings for Dark

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 2.92 મીટર દૂર, કાંઠાનાં ગામોને એલર્ટ

Live TV

X
  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતાં નવા નીરની આવક થવા લાગી હતી જેના કારણે ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો થઇ ગયો છે. કોઝવેની સપાટી 18.59 મીટર પર પહોંચી છે. કોઝવે ઓવરફલો થતા પાણી સીધુ નદીમાં આવી રહ્યું છે.

    આજે મંગળવારે ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ એની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. નર્મદા ડેમમાં ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજા ખોલતાં પાણીની આવકથી સપાટીમાં સતત વધારો નોંધાયો છે. 

    આજે ત્રીજા દિવસે પણ નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે નર્મદા નદીમાં 2.08 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવતા કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટર છે. નર્મદા ડેમના નવાનીરને વધાવવા ડેમને તિરંગાની થીમ પર લાઇટિંગ કરી શણગારવામાં આવ્યું છે. જેનો અદભુત નજારો સામે આવ્યો છે.

    વધુમાં નદી તળ વિધુત મથક (R.B.P.H)ના 6 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 201831 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે.

    નર્મદા ડેમના 9 દરવાજા ત્રણ દિવસથી ખુલ્લા છે. પાણીનો આવારો ઓછો થશે એટલે 4 કે 5 ગેટ ખુલ્લા રાખશે એમ જાણવા મળેલ છે. હાલ પાણીની અવાક સતત ચાલુ છે એટલે નર્મદા બંધના ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ 90 ટકા ભરાઈ ગયો છેં. કુલ આવક હાલ 1 લાખ 41 હજાર 131 ક્યુસેક છે. ઉપરવાસમાંથી જો આવક બંધ થશે તો સપાટીમાં ઘટાડો નોંધાશે.

    નર્મદા નદીમાં પાણીના વહેણમાં સતત વધારો થયો છે. જેથી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર કોઝવે ઓવરફ્લો થયો છે. ગરુડેશ્વર વિયર ડેમમાં પાણીની સપાટી વધતા અદભૂત દૃશ્યો સર્જાયા હતા. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

    નર્મદા સરદાર સરોવર બાકી રહેલી 3.2 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ સપાટી સ્થિર જોવા મળી છે, સતત વધતી સપાટી અને ઉપરથી છોડવામાં આવતાં પાણી પર નર્મદા નિગમ એલર્ટ થઇ ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply