હળવદના 79 ગામડાઓમાં પાણીની સમસ્યાઓ થઇ દૂર
Live TV
-
પાણી પુરવઠા વિભાગે બ્રાહ્મણી બંધથી 6000 મીટરની નાખી પાઇપ લાઇન.
પાણી પુરવઠા વિભાગે તાકીદે હાથ ધરેલા કામગીરીમાં ગણતરીના દિવસોમાં હળવદ બ્રાહ્મણી બંધથી 6000 મીટરની લંબાઈની પાઇપલાઇન નાખીને પંથકના 79 ગામની પીવાના પાણીની સંભવિત સમસ્યાને જ ખાળી દીધી છે. માત્ર 22 દિવસમાં હળવદ સહિતના 79 ગામ સુધી પહોંચતી પાઇપલાઇન નાખીને વિસ્તારના 79 ગામને જળસંકટ મુક્ત કરી દીધા છે. પંથકના લોકોમાં તેની આનંદની લાગણી પ્રવર્તી રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીએ આશા વ્યક્ત કરી હતી કે, આવનારા દિવસોમાં રેલવે તંત્ર સહિતની મંજૂરી મળી જાય તો એપ્રિલ સુધીમાં એક વધુ પાણી પુરવઠા યોજના પણ સાકાર થઈ જશે.