સ્માર્ટ વિલેજ : શહેરથી ચડિયાતું અમરેલી જિલ્લાનું રફાળા ગામ બન્યું 'ગોલ્ડન વિલેજ'
Live TV
-
સામાન્ય રીતે આપણા માનસ પટ્ટ પર ગામની છાપમાં, જ્યાં કાચા રસ્તા, નાના અને કાચા મકાનો અને ધુળની ડમરી વચ્ચે રમતા ટાબરીયાઓ જોવા મળે, પણ આ હકિકત નથી. એક એવું ગામ કે જ્યાં એક સ્માર્ટ સીટીમાં ન હોય તેવી બધી સુવિધાઓ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાળા ગામે છે.
ગુજરાતમાં આશરે અઢાર હજાર ગામડા આવેલા છે, જેમાં અમુક ગામને આદર્શ ગામ તો, અમુકને ગોકુળિયા ગામ તરીકે ઓળખવામાં આવે છે. પણ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું રફાળા ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે ગામને ગોલ્ડન રંગથી રંગવામાં આવ્યું છે. બસ આટલા માટે જ નહી. પણ અહીં ગોલ્ડન કહી શકાય તેવી સુવિધાઓની ભરમાર છે. જેમાં પાક્કા રસ્તાઓ, સીસીટીવી કેમેરા , એસી બસ સ્ટેન્ડ, વાઇ ફાઇ, એલ.ઇ. ડી. લાઈટ, ઈન્ડિયા ગેટ, શહિદ સ્મારક ભવન, ક્રાંતિકારી ચોક, સ્વચ્છતા માટે ઘેરઘેર કચરા પેટી, ઉપરાંત દિકરીઓ માટે લાડલી ભવન, શાળા, ગામમાં મંદિર, વ્યસન મુક્તિ માટે પ્રેરણાદાયી સૂત્રો આંખે ઉડીને નજરે ચડે છે.
જેમ એક ઝવેરી પથ્થરમાંથી હિરો બનાવે તેમ આ ગામને ગોલ્ડન વિલેજ બનાવવામાં સ્થાનિક ખેડૂત સવજીભાઈ વેકરીયાનો સિંહ ફાળો છે. આધુનિક સમયની માંગ પ્રમાણે અહીં તમામ અત્યાધુનિક સુવિધાઓથી ગામને સુસજ્જ બનાવ્યું છે. આ ગામની મુલાકાતે દેશ વિદેશના પર્યટકોપણ આવે છે.
ભારત નિર્માણમાં જો ગોલ્ડન વિલેજ જેવી સુખ સુવિધાઓથી સજ્જ અન્ય ગામો પણ થઈ જાય તો ખરા અર્થમાં, ભારત નિર્માણનું કાર્ય પૂર્ણ થશે. આ ભગીરથ કાર્યમાં અમરેલી જિલ્લાના રફાળા ગામે અને તેના ગામવાસીઓએ સાબિત કરી બતાવ્યું છે કે જહાં ચાહ હૈ વહાં હૈ રાહ.