Skip to main content
Settings Settings for Dark

કનાડુ-પાલી-કરમબેલી રોડ રૂા.૩ કરોડના ૭ મીટર પહોળો બનાવાશે

Live TV

X
  • ગ્રામજનનો સુધી સરકારના લાભો પહોંચાડવા સરપંચો સક્રિયતા દાખવે : આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

    વલસાડમાં વન અને આદિજાતિ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કનાડુ-પાલી-કરમબેલી સુધીના રસ્‍તાની રૂા.૩ કરોડના ખર્ચે વાયડનિંગ એન્‍ડ સ્‍ટ્રેન્‍ધનિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીએ જણાવ્‍યું હતું કે, જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ વધે અને રાજ્‍ય સરકાર દ્વારા થઇ રહેલા વિકાસકાર્યોની જાણકારી દરેક લોકો સુધી પહોંચે અને તેનો લાભ દરેકને મળે તે માટે સંબંધિત ગામના સરપંચો સક્રિયતા દાખવે તે જરૂરી છે. મંત્રીએ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં થનાર અનેકવિવિધ વિકાસકાર્યોની જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, દમણગંગા-વારોલી નદી ઉપર રૂા.૪.૫૦ કરોડના અને ૧.૬૨ કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા વિસ્‍તારમાં ચેકડેમ બનાવવામાં આવનાર છે. મરોલીથી-તડગામ સુધીનો રસ્‍તો પ.પ૦ મીટર અને નારગોલથી સંજાણ સુધીનો બાયપાસ રોડ ૧૦ મીટર પહોળો બનાવાનું આયોજન પણ કરાયું છે. કોસ્‍ટલ હાઇવે માટે ર૯ કરોડ માટે દરખાસ્‍ત કરાઇ છે. રેલવે વિભાગ દ્વારા ૧૮ રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરી ચાલુ છે, જ્‍યારે અન્‍ય ચાર બ્રીજની મંજુરી મળી ગઇ છે. આ વિસ્‍તારના ૧૦ જેટલા માછીમારોને રૂા.૬૦ લાખની લોન સહાયથી બોટ આપવાનું આ સરકારે આયોજન કર્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી દેશ અને રાષ્‍ટ્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહયા છે, અને રાજ્‍ય સરકારે પણ છેલ્લા વર્ષોમાં રાજ્‍ય સરકારે પણ વિકાસ કાર્યોમાં હરણફાળ ભરી છે ત્‍યારે વડાપ્રધાન આવાસ યોજના, શૌચાલય, હળપતિ આવાસ, જૂના આવાસો સામે પણ નવા આવાસો, શૌચાલય નિર્માણ વગેરે વ્‍યક્‍તિલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સંબંધિત વિસ્‍તારના આગેવાનો, યુવાનો સતત સક્રિય રહી કામગીરી કરે જે આવશ્‍યક છે. ગ્રામ્‍ય રસ્‍તાઓ ૩ મીટરની જગ્‍યાએ હવે ૩.૭૫ મીટર અને પ.પ૦ મીટર પહોળા બનાવાશે. રાજ્‍ય માર્ગ મકાન વિભાગ દ્વારા અનેક રસ્‍તાઓના નવીનીકરણ અને મજબુતીકરણની કામગીરી ચાલી રહી છે, જે ટૂંક સમયમાં આ વિસ્‍તારના લોકો માટે ઉપયોગી બની રહેશે. ગ્રામ પંચાયતોના મકાનો સુવિધાયુકત બને તે માટે રાજ્‍ય સરકાર ગ્રાન્‍ટ આપે છે, જેનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પીવાના પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે નહેર વિભાગ દ્વારા તા.૨જી એપ્રિલથી પાણી છોડવામાં આવનાર છે. જેનો યોગ્‍ય સંગ્રહ કરવા, તળાવો ભરવાની કામગીરી સરપંચો ઉપાડી લે તે જરૂરી છે. પાણીનો બગાડ ન થાય તે જોવા પણ જણાવ્‍યું હતું. ગામમાં કોઇપણ વિકાસના કામ બાકી હોય તો તેની રજૂઆત કરી પૂર્ણ કરી દેવા જણાવ્‍યું હતું. વલસાડ જિલ્લામાં આવેલી ફેકટરીમાં એપ્રેન્‍ટીસની ભરતી કરવા માટે રાજ્‍ય સરકારે આયોજન કર્યું છે. ૮પ ટકા સ્‍થાનિક ભરતી કરવાની રહેશે. બેજગારોને રોજગારી આપવા, શાળાના વિદ્યાર્થીઓ માટે, દરેક શિક્ષિત બેરોજગારોને નોકરી મળી જાય તે માટે, શાળામાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા, આંગણવાડીઓના મકાન રીપેર કરવા વગેરે માટે રાજ્‍ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાઓનો લાભ મેળવી જાગૃતિ દાખવવા અને વહીવટીતંત્રને ધબકતું રાખી કામગીરી કરાવી લેવા જણાવ્‍યું હતું. જે ગામમાં તલાટીઓ સમયસર ન આવતા હોય તેમજ સસ્‍તા અનાજની દુકાનમાં અનાજની કુપન ન નીકળતી હોય તો મેન્‍યુઅલ પણ અનાજ આપવા દુકાનદારોને સૂચના આપવામાં આવી છે, જેનો અમલ ન કરે તો તેની જાણ તાત્‍કાલિક વહીવટીતંત્રને કરવા જણાવ્‍યું હતું. ઉમરગામમાં જી.આઇ.ડી.સી.માં કામ કરતા કામદારો સહિત આ વિસ્‍તારની જનતાની સુવિધા માટે જી.આઇ.ડી.સી.ની ભાગીદારીથી નવી સરકારી હોસ્‍પિટલ બનાવવાનું આયોજન કરાયું છે. ટેકનીકલ અભ્‍યાસક્રમોની તાલીમ આપતા કૌશલ્‍યવર્ધન કેન્‍દ્રોની કામગીરી યોગ્‍ય ન હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. સ્‍વામીનારાય સંપ્રદાયના કપિલસ્‍વામીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી સતત સક્રિય રહે છે ત્‍યારે ગુજરાત રાજ્‍યના સર્વાંગી વિકાસ માટે મુખ્‍યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્‍યો સતત કામગીરી કરી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. તાલુકા ભાજપા મંત્રી મુકેશભાઇ પ્રાસંગિક ઉદબોધનમાં રાજય સરકારના વિકાસ કાર્યોની સરાહના કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply