Skip to main content
Settings Settings for Dark

145મી રથયાત્રા નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, 25,000 જવાનો રહેશે તૈનાત

Live TV

X
  • ભગવાન જગન્ન્થજીની 145મી રથયાત્રા નિમિત્તે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે સંદર્ભે અમદાવાદ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત રથયાત્રાનાં દિવસે ગોઠવવામાં આવશે. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 25,000 થી પણ વધુ પોલીસ જવાનો રથયાત્રાના સમગ્ર રુટ ઉપર તૈનાત રખાશે. પેરા મિલિટરી, એસ આર પી તેમજ એટીએસ અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવશે. રથયાત્રા દરમિયાન ડોગ સ્કોર્ડ, ઘોડેસવાર પોલીસ, નેત્ર ડ્રોન કેમેરા, ટ્રેસર ગન, વગેરેથી રથયાત્રાના રૂટ ઉપર નજર રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતીપુર્ણ રીતે યોજાય તે માટે રથયાત્રાના રૂટ પર રહેતા લોકો સાથે સંવાદ પણ સાધવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply