9 મી ઓગસ્ટે પંચમહાલના મોરવાહડફ ખાતે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની ઉજવણી કરાશે
Live TV
-
આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકરણી, ખાન -પાનની આદતો અને રિવાજો અને પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે, સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે.
આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા સરકાર તરફથી આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે નવમી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જો કે, સમાજની મુખ્ય ધારા સાથે જોડાવા અને આગળ વધવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમો અને બિનસરકારી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે. બિરસા મુંડાએ ઝારખંડ અને છોટાનાગપુર વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી.
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ કેમ ઉજવવામાં આવે છે?
આદિવાસી સમુદાયના લોકો વિશ્વના 70 થી વધુ દેશોમાં રહે છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી આશરે 37 કરોડ છે, જેમાં લગભગ 5000 વિવિધ આદિવાસી સમુદાયો છે અને તેમની પાસે લગભગ 7,000 ભાષાઓ છે. આ હોવા છતાં, આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે, સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર, આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઝારખંડની કુલ વસ્તીના લગભગ 28 ટકા આદિવાસી સમાજના લોકો છે. તેમાં સાંથલ, બંજારા, બિહોર, ચેરો, ગોંડ, હો, ખોંડ, લોહરા, માઈ પહરિયા, મુંડા, ઓરાં વગેરે જેવા બત્રીસથી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે.
પંચમહાલ જીલ્લામાં આગામી તારીખ 9 મી ઓગસ્ટે મોરવાહડફ ખાતે વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસના રોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા સુરત શહેરમાં પણ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
સુરતના રીંગરોડ ખાતેથી ઉમરા એસ.એમ. સી. પાર્ટીપ્લોટ સુધી આદિવાસી પરપરાગત નૃત્યો અને નાચગાન સાથે વિરાટ રેલી નીકળશે. નવયુવાનોને વિરાટ આદિવાસી રેલીની તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને આ રેલીને આનુસંગિક તમામ સાધનસામગ્રી સાથે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
