વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ વટેશ્વર વનની મુલાકાત લીધી
Live TV
-
CM ભુપેન્દ્ર પટેલ રાજ્યના 22માં સાંસ્કૃતિક વન એટલે કે વટેશ્વર વનનું લોકાર્પણ કરશે.
સુરેન્દ્રનગરમાં 12 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો વન મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલ રાજ્યના 22માં સાંસ્કૃતિક વન એટલે કે વટેશ્વર વનનું લોકાર્પણ કરશે. જે સંદર્ભે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ વટેશ્વર વનની મુલાકાત લઇ વનમાં થઈ રહેલી તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેબિનેટ મંત્રીએ 12 મી ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમ સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સથે વનવિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
