રક્ષાબંધન નિમિત્તે દિવ્યાંગ બાળકોએ બનાવી અદભુત અવનવી રાખડીઓ
Live TV
-
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વિવિધ જગ્યાઓ પર આત્મ નિર્ભર બનવા માટે, રાખડીઓ બનાવવામાં આવે છે.
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વિવિધ જગ્યાઓ પર આત્મ નિર્ભર બનવા માટે, રાખડીઓ બનાવવામાં આવે છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ મંદબુદ્ધિના બાળકોની મૈત્રી સંસ્થા, છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થામાં જ સમગ્ર જિલ્લાના 35 થી 40 જેટલા બાળકો અને તેમના તજજ્ઞો દ્વારા રક્ષાબંધનના એક મહિના અગાઉથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી રહી છે. આ રાખડીઓમાં વૈવિધ્યતા પણ લાવવામાં આવી રહી છે. જેમાં ભાઈ, ભાભી, નાના બાળકો માટેની રાખડીઓ પણ બનાવવામાં આવે છે. તેનું વેચાણ સંસ્થા ખાતે તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષ આ બનાવેલી રાખડીઓના વેચાણમાંથી 20 થી 25 હજાર જેટલો નફો થાય છે. સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર આ નફો દિવ્યાંગ બાળકો માટે જ વાપરે છે. રાખડીઓ બનાવવાનું મુખ્ય હેતુ તમામ પ્રકારના દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે. અહીં દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડી NRI દ્વારા પણ ખરીદવામાં આવે છે..
