CMનો કેન્દ્રીય ગૃહમંત્રીને દેશના શ્રેષ્ઠ ત્રણ તબીબોને અમદાવાદ મોકલવા અનુરોધ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ, સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને ,શ્રેષ્ઠ ૩ તબીબોને ,અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો છે.. પત્ર દ્વારા તેમણે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને એક દિવસ માટે અમદાવાદ મોકલવા વિનંતી કરી છે.. આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે.. આ માર્ગદર્શન - સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં, કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકશે.. મુખ્યમંત્રીએ આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સિવીલ કેમ્પસમાં કાર્યરત અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલની સારવાર સુવિધા વ્યવસ્થાઓ અંગે વિશદ ચર્ચા-વિચારણા કરી હતી