અમદાવાદ ગ્રામ્યમાં ધોળકામાં 14, વિરમગામમાં એક મળી કુલ કોરોનાના 15 નવા કેસ
Live TV
-
અમદાવાદના DDO અરૂણ મહેશ બાબુએ ટ્વીટર પર આપી જાણકારી
કોરોનાના કેસો હવે અમદાવાદ શહેરની સાથે સાથે જિલ્લામાં પણ સતત વધી રહ્યાં છે. બુધવારે ધોળકામાં 14 અને વિરમગામમાં એક મળીને કોરોનાના કુલ 15 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ 70 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 3 થયો છે. અત્યાર સુધીમાં દસ્ક્રોઈમાં 40, ધોળકામાં 18, સાણંદમાં 5, બાવળા અને વિરમગામમાં 2-2 જ્યારે ધંધુકા અને માંડલમાં 1-1 કેસ નોંધાયો છે.