પરપ્રાંતીયો ધીરજ રાખી સહયોગ આપે, વતન પહોચાડવાની પ્રક્રિયા સતત ચાલુ રહેશે - મુખ્યમંત્રી
Live TV
-
મુખ્યમંત્રીએ ત્રણ તજજ્ઞોની ટીમ સિવિલની મુલાકાત લઈ આરોગ્ય ટીમને જરૂરી માર્ગદર્શન આપે તે માટે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકોને તેમના વતન પહોચાડવા રેલવે અને ખાનગી બસોની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરપ્રાંતીયો પણ ધીરજ રાખીને સંપૂર્ણ સહયોગ આપે તેવી અપીલ છે. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે સંયમતાપૂર્વક આપનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. તમામ લોકો જેઓ જવા ઇચ્છે છે તે પોતાના વતન ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે એ માટે જિલ્લા વહીવટી તંત્રને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે.
એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયા, નવી દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના ખ્યાતનામ પલમેનોલોજિસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્પેશિયલ વિઝીટ કરીને મેડિકલ ટીમને જરૂરી માર્ગદર્શન આપવા મોકલવા અનુરોધ કરતો પત્ર ભારતના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને પત્ર લખ્યો છે. આ પ્રખ્યાત તબીબો અમદાવાદમાં કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓ, સેવા આપી રહેલા તબીબો અને મેડીકલ ટીમ સાથે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે.આ માર્ગદર્શન – સંવાદને પરિણામે સિવીલ અમદાવાદના તબીબો-મેડીકલ ટીમનું મનોબળ વધુ મજબૂત થતાં કોરોના સામેના જંગમાં વધુ સજ્જતાથી લડી શકાશે.