અમદાવાદ શહેરમાં APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ મુલતવી
Live TV
-
અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે
આજથી રાજ્યના APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થવાનો છે ત્યારે અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ વિતરણ અમદાવાદ શહેરમાં હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. આ અનાજ વિતરણની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. રાજ્યના અન્ય સ્થળોએ આજથી અગાઉ જાહેર થયા મુજબની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે
અમદાવાદના મેયર બિજલ પટેલે ટ્વીટના માધ્યમથી અમદાવાદના રહિશોને અપિલ કરતા જણાવ્યું છે કે, સૌએ ભેગા મળીને આ શહેરને બચાવવું પડશે. તેમણે તમામ પાર્ટીના ધારાસભ્યો, કાઉન્સીલરો, કાર્યકરતાઓ અને હોદ્દેદારોને વિનંતી કરતા તમામને શહેરને બચાવવાની કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી. સાથે જ કોર્પોરેશનના કામકાજમાં સાથ સહકાર આપવા પણ જણાવ્યું હતું