IIPHG ખાતે 24 તબીબી ડોકટરો ઔદ્યોગિક ચિકિત્સકો તરીકે ઉત્તિર્ણ થયા
Live TV
-
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગર ખાતે 24 તબીબી ડોકટરો ઔદ્યોગિક ચિકિત્સકો તરીકે ઉત્તિર્ણ થયા.
IIPHG ખાતે 2013થી એસોસિયેટ ફેલો ઇન ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ કોર્સ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમ હેઠળના તમામ 24 ડોકટરોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી તબીબી નિષ્ણાત તરીકે કામ કરવા માટે લાયક બન્યા છે. IIPHG દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવેલ AFIHની આ 7મી બેચ છે.
IIPHGના સિનિયર ઓક્યુપેશનલ હેલ્થ સ્પેશિયાલિસ્ટ અને એડજન્ટ પ્રોફેસર ડૉ. શ્યામ પિંગલે દ્વારા આ કોર્સની સુવિધા આપવામાં આવી છે, તેઓ કોર્સ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને IIPHGના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અનીશ સિંહા અને IIPHG ના ડાયરેક્ટર પ્રો. દિલીપ માવલંકરના માર્ગદર્શન હેઠળ અન્ય ફેકલ્ટી સભ્યો દ્વારા યોગ્ય સમર્થન મળે છે.
