Skip to main content
Settings Settings for Dark

PMJAY-મા યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે “079-6644-0104” હેલ્પલાઇન કાર્યરત

Live TV

X
  • PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24*7 હેલ્પલાઇન કાર્યરત કરાઇ. દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે,  દર્દીને ફરિયાદના સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.

    આ હેલ્પપલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસરઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને SMS તથા ઇમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.

    જરૂરી સ્ટેકહોલ્ડર/અધિકારી સાથે સંકલન કરી તેમને લિંકમાં જ ફરિયાદ નિરાકરણના જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ થકી ફરિયાદનું વેરિફિકેશન અને નિરાકરણ નિયત સમયમર્યાદામાં કરવામાં આવે છે.

    ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દ્વારા નિરાકરણની ખરાઈ ફરિયાદીને કોલ કરીને કરવામાં આવે છે અને પુર્તતા થયા બાદ જ  ફરિયાદ બંધ કરવામાં આવે છે.

    હેલ્પ લાઇનમાં કઇ માહિતી/ સુવિધાઓ મળશે ?

    * 24* 7 ટોલ ફ્રી નંબર 

    * યોજનાકીય માહિતી

    * કાર્ડ એનરોલમેન્ટ સેન્ટરની માહિતી

    * કાર્ડ બેલેન્સ

    * સંકડાયેલ હોસ્પિટલની માહિતી 

    * વિવિધ બીમારી અંતર્ગત ઉપલબ્ધ સારવાર તેમ જ પેકેજ ની માહિતી 

    * હોસ્પિટલમાં આરોગ્ય-મિત્ર તેમ જ જિલ્લા કક્ષાએ સંકલનની સુવિધા  

    * ફરિયાદ નોધણી, ટ્રેકિંગ અને મોનીટરીંગ 

    * ફરિયાદ યોગ્ય અધિકારી સુધી ઇ-મેલ અને એસ.એમ.એસ દ્વારા પહોચાડવા માટેની ટેક્નોલોજી સભર આધુનિક સુવિધા

    * યોજના અંતર્ગત આપવામાં આવતી આરોગ્યસેવામાં ખામીઓ અંગેની ફરિયાદ અને પ્રતિસાદ 

    * ફરિયાદોની વિગતોની ગુપ્તતા 
    અધિકારી માટે જરૂરી ડૉક્યુમેન્ટ જોડાણ કરવાની વ્યવસ્થા તેમ જ ફરિયાદી માટે પણ ડૉક્યુમેન્ટ અથવા પુરાવા મોકલવાની સગવડ 

    * ફોલોઅપ અને રિપોટિંગ મિકેનીઝમ

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply