અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમના સંબોધન દરમિયાન ભારતની અસાધારણ સફળતાની પ્રશંસા કરી
Live TV
-
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ભારતની અસાધારણ સફળતાઓની પ્રશંસા કરી હતી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓ અને કાર્યક્રમોની ભારતીય લોકો પર સકારાત્મક અસરનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકાના પ્રમુખ જો. બિડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂકતા એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, તેમની વાતચીતમાં બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો સહિત વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે જે લગભગ તમામ ક્ષેત્રોને આવરી લે છે, જેમાં વહેંચાયેલ લોકશાહી મૂલ્યો, વિવિધ મુદ્દાઓ પર પરસ્પર હિત અને ગતિશીલ લોકો-થી-લોકો સંબંધોનો સમાવેશ થાય છે. ભારત અને અમેરિકા સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, વેપાર અને આર્થિક સંબંધોમાં ભાગીદાર છે.