ભારતના વિદેશમંત્રી યુગાન્ડાની મુલાકાતે, શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરશે
Live TV
-
શિખર સંમેલન સમિટમાં શામેલ થવા યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યા.
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર 19માં બે દિવસીય શિખર સંમેલન સમિટમાં ભાગ લેવા યુગાન્ડાની રાજધાની કમ્પાલા પહોંચ્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ કરશે. મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ત્યાં માલદીવના વિદેશમંત્રી મુસા જમીર સાથે મુલાકાત કરી હતી. બેઠકનો ફોટો શેર કરતા ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘માલદીવના વિદેશમંત્રી મૂસા જમીરને મળ્યા હતા. અમે બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી. જયશંકરે ઇજિપ્તના વિદેશ મંત્રી સમેહ શૌકરી સાથે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી.’ અંગોલાના વિદેશ મંત્રી ટેટે એન્ટોનિયો અને બેલારુસના વિદેશમંત્રી સર્ગેઈ એલેનિક સાથે થયેલી બેઠકો અંગે જણાવ્યું કે, ‘આ બેઠક ઘણી સારી સાબિત થઈ છે. અમે એકબીજાના સહકાર વિશે વિસ્તૃત વાત કરી. સાથે જ તેમણે ભારતીયો માટે વિઝા ફ્રી સુવિધા શરૂ કરવા બદલ બેલારુસનો આભાર માન્યો હતો.’
વિદેશમંત્રી એસ. જયશંકર 21 જાન્યુઆરીના રોજ ત્રણ દિવસ નાઈજીરિયાની અધિકૃત યાત્રાએ જશે. નાઈજીરિયાના વિદેશમંત્રી સાથે ભારત-નાઈજીરિયા સંયુક્ત આયોગની છઠ્ઠી બેઠકની સહઅધ્યક્ષતા કરશે તથા અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે.