અમેરીકી પ્રતિનિધિ સભાએ કોરોના મહામારીની બીજી લહેર સામેની પોતાની લડાઇમાં ભારત સાથે એકજુથતા વ્યક્ત કરી
Live TV
-
અમેરીકી પ્રતિનિધિ સભાએ કોરોના મહામારીની બીજી લહેર સામેની પોતાની લડાઇમાં ભારત સાથે એકજુથતા વ્યક્ત કરી છે. અને એક પ્રસ્તાવ પારીત કરીને બાઇડન વહીવટી તંત્રથી ભારતને તત્કાલ કોવિડ સહાયતા આપવાનો આગ્રહ કર્યો છે. અમેરીકી સાંસદ બ્રેડશેરમેન અને સ્ટીવ ચોબાર્ટ દ્વારા રજુ કરાયેલા દ્વિદળીય પ્રસ્તાવનામાં 41 સહપ્રાયોજક હતાં. તેમણે માન્યું કે, જ્યારે અમેરીકામાં કોવિડની સ્થિતિ અત્યંત ગંભીર હતી ત્યારે અમેરીકી સરકારના અનુરોધ પર જરૂરી આરોગ્ય સામાન ઉપર પોતાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. પ્રસ્તાવમાં એ માનવામાં આવ્યું છે કે, ભારતનો દવા ઉદ્યોગ મહામારીના વૈશ્વીક સમાધાનનો વિશેષરૂપથી એશિયા, આફ્રિકા, અને લેટીન અમેરીકા માટે એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતે અત્યાર સુધીમાં 93 દેશોને 66 પોઇન્ટ 36 મિલીયન કોવિડ વેકસીનની નિકાસ કરી છે.
