કોવિડ પડકારનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મૂકતા ડૉ. જયશંકર
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન રસી, દવાઓ, પીપીઇ કીટ અને ઓક્સિજન પડકારનો મુકાબલો આંતરરાષ્ટ્રીય સહયોગથી જ કરી શકાય છે. ઇટલીના મોટેલામાં જી-20 સમૂહના વિદેશમંત્રીઓના સમૂહને સંબોધન કરતા ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે સંસ્થાગત સ્તર ઉપર બહુપક્ષવાદની જરૂરિયાત મહેસૂસ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે સુધારા અનેક પ્રકારના હોઇ શકે છે. પરંતુ, રસી માટે તત્કાલ વ્યવસ્થા, તેની અસલ પરીક્ષા હોય છે. વાસ્તવિક અર્થ વ્યવસ્થામાં વિ-નિર્માણ, ખાદ્ય અને સ્વાસ્થ્ય સેવાના ક્ષેત્રમાં વૈશ્વિક વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે. તેમણે સ્થાનાન્તરણ આપૂર્તિ શ્રેણી વિકસિત કરવા ઉપર ભાર મૂકયો હતો. તેમણે બ્રિટનના વિદેશમંત્રી ડોમનિક રોબ સાથે મુલાકાત કરી હતી અને ભારત તેમજ બ્રિટનના દ્વિપક્ષીય સબંધોના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ વૈશ્વિક પરિપેક્ષ, ક્ષેત્રિય કોવિડ અને જળવાયું પરિવર્તન જેવા મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો.
